વૃદ્ધાશ્રમ (वृद्धाश्रम) - गुजराती और हिंदी आलेख

 ભૂમિકા

આ લેખ હિન્દી ની જાપાન થી પ્રકાશિત થતી અંતરરાષ્ટ્રીય પત્રિકા "હિન્દી કી ગુંજ" માટે લખેલ અને પ્રકાશિત થયેલ છે અહીં તેનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે

વૃદ્ધાશ્રમ

અમારી સનાતન સંસ્કૃતિ ચાર આશ્રમોની વ્યવસ્થામાં વહેંચાયેલી છે—બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ। તેમાં એક નવો શબ્દ “વૃદ્ધાશ્રમ” ક્યાંથી આવ્યો? આ એક ખૂબ મોટો પ્રશ્ન છે, અને તેનાથી પણ મોટો પ્રશ્ન છે—શા માટે આવ્યો?

વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ હવે એક થઈને વૃદ્ધાશ્રમમાં પરિવર્તિત થતા જઈ રહ્યા છે। સમય રહેતાં પોતાની જવાબદારીઓમાંથી સ્વયંને અલગ ન કરવું અને સતત બાળકોના જીવનની ડોરને પોતાના હાથમાં જ રાખવાનો પ્રયાસ કરવો, વૃદ્ધાશ્રમો ના નિર્માણનું એક મોટું કારણ છે।

એક મર્યાદા પછી દરેકને પોતાની સ્વતંત્રતા પ્રિય લાગે છે અતિ મહત્ત્વાકાંક્ષા હંમેશા ખોટા પરિણામોનું કારણ બને છે

બાળકોને જન્મ આપીને તેમની શિક્ષા-દીક્ષા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા તો બધાં કરે જ છે, કારણ કે માતા પિતા તેમને સફળતાના શિખરે જોવાનું ઇચ્છે છે પરંતુ સંસ્કારોના સિંચન માટે જે સમય આપવો જોઈએ તે આપણે આપી શકતા નથી બાળકને સૌથી વધુ માતા-પિતાનો સમય જ જોઈએ છે।

સ્પર્ધા અને મહત્ત્વાકાંક્ષાની દોડમાં આપણે ખૂબ આગળ નીકળી જઈએ છીએ અને ખબર પણ નથી પડતી કે મનથી બાળકો ક્યારે આપણાથી દૂર થઈ ગયા। તેમની ભૌતિક જરૂરિયાતો પૂરી કરીને આપણે પોતાના કર્તવ્ય પૂર્ણ થયું એવું માની લઈએ છીએ।

જ્યાર સુધી આપણે સમજીએ છીએ, ત્યારે ખૂબજ મોડું થઈ જાય છે હવે “માતા” અને “પિતા” તેના માટે માત્ર પોતાની જરૂરિયાતો પૂરી કરવાના સાધન બની જાય છે અને અહીંથી જ શરૂ થાય છે વૃદ્ધાશ્રમનો સફર।

તાળી એક હાથથી નથી વાગતી ઘણીવાર બાળકો કહે છે—“મા, દાદીજીને જે જોઈએ તે આપી દો ને।” તો સામાન્ય રીતે તેમને ચૂપ કરાવવામાં આવે છે—“તમે મોટા લોકોની વાતોમાં ધ્યાન ન આપો, તમારું કામ કરો।” બાળ મન વિરોધ કરવું ઇચ્છે છે, પણ કરી શકતું નથી। અહીંથી તેના મનમાં પ્રથમ બીજ વવાય છે કે વૃદ્ધ લોકો નિરર્થક છે અને તેમને માન આપવાની કે તેમની વાત સાંભળવાની જરૂર નથી।

આ બીજ ખૂબજ સૂક્ષ્મ હોય છે, પરંતુ સમય આવતાં વટવૃક્ષ બની જાય છે। બબૂલના ઝાડ પર કેરી ક્યારેય ઉગી શકે નહીં—આ પ્રકૃતિના નિયમના વિરુદ્ધ છે।

અપવાદ દરેક જગ્યાએ હોય છે કેટલીક સંતાનો સ્વાર્થી, લોભી અને બિનજવાબદાર પણ હોય છે, કારણ કે બદલતી પરિસ્થિતિમાં નૈતિક મૂલ્યો માટે જગ્યા ઓછી રહી ગઈ છે પરંતુ જો સમસ્યાના મૂળમાંથી ઉકેલ શોધવામાં આવે તો પરિણામ કદાચ સારા મળી શકે।

જેઓની આંગળી પકડીને ચાલવું શીખ્યા, બોલવું, હસવું અને રડવું શીખ્યા—તેવા માતા-પિતાને બોજ સમજીને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવું અને પૈસા મોકલીને પોતાના કર્તવ્યમાંથી મુક્ત થઈ જવું—આ સમાજ શિક્ષિત તો હોઈ શકે  પરંતુ દીક્ષિત તો નથી જ 

સર્જન આપણું હતું, ભૂલ પણ આપણી જ કહેવાય સફળતાની દોડમાં આપણે બાળકોને “માનવ” બનાવવાનું ભૂલી ગયા। બસ તેમને જવાબદાર બનાવવાના હતા, બાકી તેઓ પોતે જ કરી લેત

તેમ છતાં, વૃદ્ધ આંખોમાંથી વહેતા આંસુઓ અને ક્યારેય ન સમાપ્ત થતી રાહ જોવાની પીડાને ઓછી કરવાનો પ્રયાસ કરવો જોઈએ હા, જેમને સંતાન નથી અથવા જે શારીરિક રીતે અસમર્થ છે, તેમના માટે વૃદ્ધાશ્રમ ખરેખર ઘર જેવું છે—જ્યાં સ્નેહ છે, સાથ છે અને સુરક્ષાનો અહેસાસ છે।

બોજ સમજીને માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવું એ જીવતા મૃત્યુદંડ આપવા સમાન છે જેમણે જીવન આપ્યું છે, તેમને મૃત્યુની સજા આપવાનો કોઈને અધિકાર નથી।

જેઓએ જીવનનો પહેલો પગલું ભરવાનું શીખવ્યું, તેમના ઢળતા જીવનની સાંજમાં તેમની સાથે ઊભા રહો—કારણ કે આવતીકાલે  જીવનનો આ પડાવ દરેકના જીવનમાં આવશે।

                      હર્ષા ઠક્કર  'હિના'
                     બડબિલ ઓડિશા

भूमिका
यह लेख हिंदी की जापान से प्रकाशित होने वाली अंतरराष्ट्रीय पत्रिका "हिंदी की गूंज" के लिए लिखा और प्रकाशित किया गया था। यहाँ उसका हिंदी भावानुवाद प्रस्तुत है।

# वृद्धाश्रम

---

हमारी सनातन संस्कृति जीवन को चार आश्रमों में विभाजित करती है—ब्रह्मचर्य, गृहस्थ, वानप्रस्थ और संन्यास आश्रम। ऐसे में एक नया शब्द “वृद्धाश्रम” कहाँ से आया? यह एक गंभीर प्रश्न है, और उससे भी बड़ा प्रश्न है—यह आवश्यकता क्यों उत्पन्न हुई?

आज वानप्रस्थ और संन्यास आश्रम मानो मिलकर “वृद्धाश्रम” का रूप लेते जा रहे हैं। समय रहते स्वयं को जिम्मेदारियों से अलग न कर पाना और बच्चों के जीवन की डोर को निरंतर अपने हाथों में बनाए रखने का प्रयास करना, वृद्धाश्रमों के बढ़ते स्वरूप का एक बड़ा कारण बनता जा रहा है।

एक सीमा के बाद हर व्यक्ति अपनी स्वतंत्रता चाहता है। अत्यधिक अपेक्षाएँ और महत्वाकांक्षाएँ प्रायः संबंधों में तनाव और गलत परिणामों का कारण बनती हैं।

माता-पिता अपने बच्चों को जन्म देकर उनकी शिक्षा और उज्ज्वल भविष्य के लिए हर संभव प्रयास करते हैं। वे उन्हें सफलता के शिखर पर देखना चाहते हैं, किंतु संस्कारों के सिंचन के लिए जो समय देना चाहिए, वह अक्सर नहीं दे पाते। जबकि बच्चों को सबसे अधिक आवश्यकता अपने माता-पिता के समय और सान्निध्य की होती है।

प्रतिस्पर्धा और महत्वाकांक्षा की दौड़ में हम इतने आगे निकल जाते हैं कि यह भी नहीं जान पाते कि हमारे बच्चे भावनात्मक रूप से कब हमसे दूर हो गए। उनकी भौतिक आवश्यकताओं की पूर्ति को ही हम अपना संपूर्ण कर्तव्य समझ लेते हैं।

जब तक इस सच्चाई का बोध होता है, तब तक बहुत देर हो चुकी होती है। तब “माँ” और “पिता” केवल आवश्यकताओं की पूर्ति का माध्यम बनकर रह जाते हैं, और यहीं से प्रारंभ होती है वृद्धाश्रम की यात्रा।

ताली कभी एक हाथ से नहीं बजती। कई बार बच्चे कहते हैं—“माँ, दादीजी को जो चाहिए वह दे दीजिए।” पर सामान्यतः उन्हें यह कहकर चुप करा दिया जाता है—“तुम बड़ों की बातों में मत पड़ो, अपना काम करो।” बालमन विरोध तो करना चाहता है, पर कर नहीं पाता। यहीं उसके मन में पहला बीज बोया जाता है कि वृद्ध लोग महत्वहीन हैं, उनकी बातों को सुनना या सम्मान देना आवश्यक नहीं।

यह बीज बहुत सूक्ष्म होता है, पर समय के साथ वटवृक्ष बन जाता है। बबूल के पेड़ पर आम कभी नहीं लग सकते—यह प्रकृति के नियमों के विरुद्ध है।

अपवाद हर जगह होते हैं। कुछ संतानें स्वार्थी, लालची और गैर-जिम्मेदार भी होती हैं, क्योंकि बदलते समय में नैतिक मूल्यों के लिए स्थान कम होता जा रहा है। फिर भी यदि समस्या के मूल कारणों को समझकर समाधान खोजा जाए, तो परिणाम सकारात्मक हो सकते हैं।

जिनकी उँगली पकड़कर चलना सीखा, बोलना, हँसना और रोना सीखा—उन्हीं माता-पिता को बोझ समझकर वृद्धाश्रम में छोड़ देना और केवल पैसे भेजकर अपने कर्तव्य की इतिश्री मान लेना—यह समाज शिक्षित तो हो सकता है, पर संस्कारित और दीक्षित नहीं।

सृजन हमारा था, तो त्रुटि भी हमारी ही कही जाएगी। सफलता की दौड़ में हम अपने बच्चों को “मानव” बनाना भूल गए। उन्हें केवल जिम्मेदार बनाना था, बाकी वे स्वयं सीख लेते।

फिर भी वृद्ध आँखों से बहते आँसुओं और कभी समाप्त न होने वाली प्रतीक्षा की पीड़ा को कम करने का प्रयास अवश्य होना चाहिए। हाँ, जिनकी संतान नहीं है या जो शारीरिक रूप से असमर्थ हैं, उनके लिए वृद्धाश्रम सचमुच एक घर की तरह हो सकता है—जहाँ स्नेह, साथ और सुरक्षा का अनुभव मिलता है।

माता-पिता को बोझ समझकर वृद्धाश्रम में छोड़ देना मानो उन्हें जीवित रहते मृत्यु-दंड देने जैसा है। जिन्होंने जीवन दिया, उन्हें इस प्रकार पीड़ा देने का अधिकार किसी को नहीं।

जिन्होंने जीवन का पहला कदम उठाना सिखाया, जीवन की संध्या बेला में उनके साथ खड़े रहिए—क्योंकि कल जीवन का यह पड़ाव हम सभी के हिस्से में भी आ सकता है।

— हर्षा ठक्कर ‘हिना’
ओडिशा से

Comments

Popular posts from this blog

हिंदी भाषा

सेवानिवृत्ति के बाद ऐसे जिएं - श्री संगीत शर्मा

रात भर एक करवट है माँ - विजया डालमिया (मदर्स डे पर विशेष)